હળવદ નજીક ટ્રેક્ટર અને મોટરસાયકલ અથડાતા વૃદ્ધનું કરુણ મોત

        હળવદના જુના માલણીયાદ ગામ નજીક પુલના છેડા પાસેથી પસાર થતા મોટરસાયકલને ટ્રેકટરે હડફેટે લેતા મોટરસાયકલ સવાર વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે

        ધ્રાંગધ્રાના નરાળીના રહેવાસી દિનેશભાઈ લખમણભાઈ પાટડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સોનાલીકા ટ્રેક્ટરના ચાલકે તેનું ટ્રેક્ટર પુરઝડપે ચલાવી જુના માલણીયાદ અંજાર રોડે પુલના છેડા પાસેથી પસાર થતા ફરિયાદીના પિતાનું બાઈક નં જીજે ૦૩ એએન ૨૪૫૭ ને ઠોકરે ચડાવતા બાઈકસવાર લખમણભાઈ પોપટભાઈ પાટડીયાનું મોત નીપજ્યું છે હળવદ પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat