મોરબી જિલ્લાની ટીમ સેપ્ક ટકરાવ સ્પર્ધામાં ઝંડો લહેરાયો .

ખેલ મહાકુંભ -૨૦૧૭ માં તાલુકા જિલ્લા કક્ષાએ અભૂતપૂર્વ પ્રદર્શન કરનાર મોરબી જિલ્લાની ટીમે હવે રાજ્યકક્ષાએ ઝંડો ગાળી સેપ્ક ટકરાવ સ્પર્ધામાં ચેમ્પિયનશિપ મેળવી લીધી છે.આજરોજ બોટાદ જીલ્લા ના હડદડ તાલુકા મા યોજાયેલ રાજ્યકક્ષાની સેપ્ક ટકરાવ સ્પર્ધામાં મોરબી જીલ્લા ની નાલંદા વિઘાલયની અંડર-૧૪ ભાઈઓએ ખુબ જ સંઘર્ષ પુર્વક રસાકસી ભરી ફાઈનલ મા ભાવનગર ગ્રામ્ય સામે વિજય મેળવી મોરબી જીલ્લા ને ચેમ્પીયન બનાવી જીલ્લા નુ નામ સમગ્ર ગુજરાત મા રોશન કરેલ છે.આ સિઘ્ઘી માટે શાળા ના વ્યાયામ શિક્ષક જયંતીભાઈ વડાવીયાનો ખુબ મોટો ફાળો ગણી શકાય,કારણકે તેઓએ આ રમત મા છેલ્લા ૧૦ વર્ષ મા ૯ વખત મોરબી જીલ્લા ને ચેમ્પીયન બનાવેલ છે, તેમણે અત્યાર સુઘી તેમની ઉમર કરતા પણ વઘુ ખેલાડીઓને નેશનલ રમાડેલ છે જે તેમના જીવનની સફળતાનું પરિણામ લક્ષી કાર્ય દેખાડે છે.

 

 

Comments
Loading...
WhatsApp chat