શિક્ષકની ટીમે ફાયર સેફટીની બોટલ તોડી.. પછી શું થયું ? જાણો

તાજેતરમાં ચાલી રહેલ પરિક્ષાના માહોલમાં પરિક્ષાર્થીઓના માનસમાં એક ટેન્સનનો માહોલ હોય છે જેથી વિદ્યાર્થીઓ ટેન્સન મુક્ત થઈ હળવા બને તે માટે એક ફાયરસેફ્ટી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

દરેક વાલીનો એ પ્રકારનો આગ્રહ હોય છે કે પોતાનું બાળક દરેક આફતિઓનો સામનો કરી શકે તે પ્રકારનું સક્ષમ બનાવવું છે પણ આ આફતિઓ સામે રક્ષણ મેળવવાના સાધનોનો ઉપયોગ વિષેની ટ્રેઈનીંગ મળે ક્યાથી આ પ્રશ્ન દરેક વાલીઓને સતાવતો હોય છે.મોરબીની સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશિપમાં આવેલી ઉમા વિદ્યા સંકૂલના ટ્રસ્ટીગણનો એ પ્રકારનો આગ્રહ કે બાળકનો કોઈ પણ ભોગે સમગ્ર રીતે વિકાસ થવો જોઈએ તે માટે આચાર્યના માર્ગદર્શન હેઠળ શિક્ષકોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી માટેની બોટલ તોડી આગ કઈ રીતે બુજાવી આપણું રક્ષણ કરી શકાય તે માટેની મોક ડ્રીલ ટ્રેનીંગ યોજાઈ હતી. આ ટ્રેનીંગ કુલ 150 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ મેળવી હતી. વિદ્યાર્થી જીવનની આ પ્રથમ મોકડ્રીલ ટ્રેનીંગથી વિદ્યાર્થીઓમાં ખાસ આનંદ અને ઉતાસહ જોવા મળ્યો હતો.

આ પ્રકારની મોકડ્રીલ ટ્રેનીંગ દરેક શાળામાં કરવામાં આવે તો આપતીઓ સામે બાળકો સ્વબચાવ કરી શકે તથા આગ બુજાવવા માટેના સાધનો અને તેમની યોગ્ય પધ્ધતિને આપણે સમાજના એક એક વ્યક્તિ સુધી પહોંચાડી સમાજને સંદેશો આપવામાં ઉમા વિધા સંકુલની યાદીમાં જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat