

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે 5 ઓક્ટોબર “વિશ્વ શિક્ષક દિન”ના દિવસે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ -મોરબીના હોદેદારો તથા ઘટક સંઘના હોદેદારો તથા જિલ્લાના શિક્ષકોએ દિલ્હી મુકામે જંતર મંતર ખાતે શિક્ષકો અને પ્રાથમિક શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ બાબતે વિશાળ ધરણા કાર્યક્રમમાં મોરબી જિલ્લા વતી હાજરી આપી.