તંત્ર પણ સ્થાનિક સેવાભાવી સંસ્થાઓના સહારે

મોરબી જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખની યાદીના માં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં હાલમાં સ્વાઈન ફ્લુનો કહેર ચાલુ છે. જે રોકાવાનું નામ નથી લેતો. તંત્ર પણ જાણે કે લાચાર અને પાંગળું સાબિત થઇ રહ્યું છે. ખરેખર તો તંત્ર નિષ્ફળ ગયું છે તેમ પણ કહી શકાય તેવું છે. દિવસે ને દિવસે વધારે લોકો આનો ભોગ બનતા જાય છે દર્દીઓ ની સંખ્યા વધતી જાય છે. સરકાર પાસે પુરતી સુવિધાના હોવાથી ઘણા લોકો પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર મેળવે છે. જેના આંકડાઓ પણ જાહેર થતા નથી. સરકાર પાસે આનો ઉકેલના હોય તેમ દરેક જીલ્લાઓમાં સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને માનવતાની મહેક ફેલાવી રહી છે ત્યારે પણ સરકારના પદાધિકારીઓ માત્ર ફોટાઓ પડાવવામાં જ રચ્યા પચ્યા રહે છે અને લોકો સ્વાઈન ફ્લુથી જીવ ગુમાવે છે. આ પણ ખરેખર સાચા આંકડાઓ જ આવતા હશે કે તેમાં પણ સત્ય દુર જ હશે તે પણ એક પ્રશ્ન છે.

Comments
Loading...
WhatsApp chat