મોરબી જીલ્લા કક્ષાના કલા ઉત્સવમાં તપોવનની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું

મોરબી જીલ્લા કક્ષાના કલા ઉત્સવમાં તપોવનની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું

શિક્ષણ વિભાગ ગુજરાત તેમજ GCERT ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા આયોજીત “ આઝાદી કા અમૄત મહોત્સવ” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા કક્ષાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો કલા ઉત્સવ 2021-22 માં તપોવન વિધાલયની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે

વિવિધ સ્પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થીનીઓ વિજેતા બની છે જેમાં માધ્યમિક વિભાગની વિદ્યાર્થીની ગોલ ક્રીશા રજનીશભાઇ એ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ છે. તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી છગાણી વિધી અજયભાઇએ વકતૄત્વ સ્પર્ધા માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જે બદલ શાળાના ચેરમેન અશોકભાઇ રંગપરીયા, પ્રિન્સીપાલ નરેશભાઇ સાણજા તેમજ સમગ્ર શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat