મોરબી કલામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થીઓનો પ્રદેશકક્ષાએ દબદબો


રાજ્ય સરકાર દ્વારા આયોજિત યુવા ઉત્સવમાં મોરબી કલામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થીઓએ પ્રદેશ કક્ષાએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને ઉજ્જવળ દેખાવ કરીને સૌ કોઈના દિલ જીત્યા હતા
ગુજરાત રાજ્ય રમત ગમત અને યુવક સાંસ્કૃતિક વિભાગ દ્વારા મધ્ય ગુજરાત યુવા ઉત્સવ તા.3/4 નવેમ્બરના રોજ વઢવાણ ખાતે યોજાયો હતો જેમાં મધ્ય ગુજરાતમાં સમાવેશ થતા દરેક જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ સ્પર્ધકો વચ્ચે પ્રદેશ કક્ષાની સ્પર્ધા યોજાયેલ આ સ્પર્ધામાં દેવેનભાઈ વ્યાસ સંચાલિત રવાપર રોડ પર આવેલ “કલામંદિર સંગીત કલાસીસ ” ના વિદ્યાર્થી ધાનજા મંથન ભરતભાઈ ભજન વિભાગમાં પ્રદેશ કક્ષાએ પ્રથમ આવેલ છે જે હવે આવનાર દિવસોમાં યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તેમની આ સિદ્ધિ બદલ કલાસીસના સંચાલક દેવેનભાઈ વ્યાસે અભિનંદન પાઠવ્યા છે



