



સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પૂર્ણ થયું છે અને ભવ્ય લોકાપર્ણ સમારોહ યોજાનાર છે ત્યારે દેશમાં એકતા અને અખંડીતતાના સૂત્ર સાથે એકતા યાત્રા યોજાઈ રહી છે જેમાં મોરબી ખાતે યાત્રાના સ્વાગતમાં કલામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થીઓએ સુરીલી રજૂઆત કરી હતી
મોરબી નગરપાલિકા દ્વારા શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડ ખાતે એકતા યાત્રાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જે સ્વાગત કાર્યક્રમમાં રવાપર રોડ પરની દેવેનભાઈ વ્યાસ સંચાલિત કલામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થીઓએ દુહા અને છંદ તેમજ પ્રાચીન લોકગીતો રજુ કરીને મહેમાનોને સુર તાલ સાથે ઝૂમવા મજબુર કર્યા હતા



