Billboard ad 1150*250 Billboard ad 1150*250

રાજ્યના 65 તાલુકા વિકાસ અધિકારી નિમાયા, મોરબી જિલ્લાની ત્રણ ખાલી જગ્યા ભરાઈ

રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ વિભાગ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સોમવારે મોડી સાંજના સમયે રાજ્યના વિવિધ તાલુકામાં 65 તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લામાં ત્રણ તાલુકામાં ટીડીઓની નિમણુંક થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે

રાજ્ય સરકાર દ્વારા 65 તાલુકા વિકાસ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યાઓમાં ત્રણ અધિકારી ફાળવવામાં આવ્યા છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ચિટનિશ કમ તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલને મોરબી તાલુકા વિકાસ અધિકારી તરીકે, અમરેલી જિલ્લા પંચાયતના ચીટનીશ કમ ટીડીઓ નાગાજણ માલદેભાઈ તરખાલાની ટંકારા તાલુકા વિકાસ અધિકારી અને મોરબી ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતા વિમલકુમાર ખેંગારભાઈ ગઢવીની વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તરીકે વરણી કરવામાં આવી છે

મોરબી જિલ્લામાં ચીફ ઓફિસર અને ટીડીઓની ખાલી જગ્યા ભરવા માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી અને મહત્વની કહી શકાય તેવી ત્રણ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ભરવામાં આવી છે જેથી હવે લોકોના કામો ઝડપી બનશે અને ઝડપી વિકાસ શક્ય બનશે

Comments
Loading...
WhatsApp chat