રાજ્ય સરકારે બાંધકામના નિયમો સરળ બનાવ્યા, મોરબી-વાંકાનેરને થશે ફાયદો…..

ચીફ ઓફિસરે પણ બાંધકામ નિયમો માટે કરી હતી રજૂઆત

રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા જીડીસીઆરને પગલે ઓદ્યોગિક રીતે સંપન્ન એવા મોરબી–વાંકાનેર જેવા શહેરોમાં બાંધકામ નિયમોમાં સરળતા માટે થયેલી રજુઆતોને પગલે બાંધકામ નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે અને નવા નિયમોને પગલે મોરબી અને વાંકાનેરમાં બાંધકામ ઉદ્યોગને મોટો ફાયદો થશે અને નિયમોની સરળતાને પગલે બાંધકામ ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ થશે

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં GDCRનું ફાઇનલ નોટિફિકેશ બહાર પાડવામાં આવ્યું છે જેમાં નવી જોગવાઈ મુજબ હવે ગામતળના ખુલ્લા પ્લોટના 25 ટકા જગ્યા ખુલ્લી રાખવાનો નિયમ રદ્દ કરવામાં આવ્યો છે અને હવેથી ગામતળના પ્લોટમા પણ બાંધકામને અનુકૂળ હોય તેટલી જગ્યા છોડી શકાશે. તેવી જ રીતે શહેરોમા બિલ્ડીંગની ઊંચાઈના નિયમમા મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ૧૨ મીટરના રોડ પર હવે ૩૦ મીટરની હાઈટનું બાંધકામ થઈ શકશે. તેમજ ૧૮ મીટરના રોડ પર હવે ૪૫ મીટર હાઈટનું બાંધકામ થઈ શકશે.

તેવી જ રીતે ઔદ્યોગિક પ્લોટમા ઓછું માર્જિન છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી નવી જોગવાઈ મુજબ ૫૦૦ મીટર સુધી પ્લોટમા ૨ બાજુ માર્જિન છોડી શકાશે, જે અગાઉ આ માર્જિન ૩ બાજુએ છોડવાનો નિયમ હતો મોરબી-વાંકાનેર ટ્વીન સીટી વિકાસ અન્વયે લાગુ થયેલ મવડામાં બાંધકામના નિયમોની જટિલતાથી વિકાસ રૂંધાય તેવી શક્યતાને પગલે વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ પણ આ મામલે રજુઆતો કરી હતી અને નિયમોની સરળતા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવને પત્ર લખવામાં આવ્યો હતો તો સરકારે કોમન જીડીસીઆરમાં કરેલા સુધારાને બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આવકારી રહ્યા છે અને બાંધકામ ક્ષેત્રને નવા સુધારાથી વેગ મળશે તેમ પણ ચીફ ઓફિસર જણાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat