



તાજેતરમાં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ “ધમણ” ના અભિનેતા આર્જવ ત્રિવેદી અને અભિનેત્રી કથા પટેલ સહિતની ટીમ આજે ફિલ્મ પ્રમોશન માટે મોરબી પધારી હોય ત્યારે સ્ટાર કાસ્ટ ટીમે મોરબીની પી જી પટેલ કોલેજની મુલાકાત લીધી હતી જ્યાં વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરી હતી
ફિલ્મ ધમણના અભિનેતા, અભિનેત્રી સહિતની ટીમે પી જી પટેલ કોલેજની મુલાકાત લીધી હતી જેમાં ધમણ ફિલ્મ વિષે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે રસપ્રદ ગોષ્ઠી કરવામાં આવી હતી જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલી ઉજ્જવળ તકો અને વાત કરી હતી અને ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા આહ્વાન કરવામાં આવ્યું હતું આ તકે ધમણ ફિલ્મ સફળતાના શિખરો સર કરે તેવી પી જી પટેલ કોલેજ પરિવારે શુભકામનાઓ આપી હતી

