



આજે વિશ્વ યોગ દિવસ નિમિતે મોરબીની સબ જેલમાં સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ સિવિલ હોસ્પિટલ મોરબીના ખ્યાતીબેન ઠકરારે યોગ વિષે વક્તવ્ય આપ્યુ હતું તેમજ યોગ ટ્રેનર જીગ્નેશભાઈ, રૂપલબેન, પ્રદીપભાઈ, સોનલબેન અને હેત્વીબેને યોગ નિદર્શન આપ્યું હતું
જેલના અધિક્ષક, કર્મચારીઓ અને બંદીવાનોએ આસન, પ્રાણાયામ, મેડિટેશન શીખવાડ્યા હતા જે યોગાભ્યાસમાં કર્મચારીઓ અને કેદીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઉપરાંત કોરોના મહામારીને ધ્યાને લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા યોગાસન, પ્રાણાયામનું શું મહત્વ છે તે અંગે જેલ અધિક્ષક કે એસ પટણીએ માર્ગદર્શન આપ્યું હતું અને બંદીવાનોને સ્વસ્થ રહેવા માટે જરૂરી સૂચનો કર્યા હતા

