પત્રકાર નીલેશ પટેલનો પુત્ર મીત ધો.૧૨ માં ૯૮.૨૧ P. R. ઉતીર્ણ, C.A. થવાની ઈચ્છા

પત્રકારો આમ તો સતત જનતા ની સમસ્યાઓ માટે દોડતા હોય છે અને આ દોડાદોડી માં પોતાના પરિવાર માટે સમય કાઢવો તેમના માટે થોડો મુશ્કેલ હોય છે પણ એમના જીવન માં જ્યારે સંતાનો કાંઈક સારી સિદ્ધિ હાંસલ કરે ત્યારે સંતાન ની સફળતા તે બધો થાક ભૂલી ને ખુશી ખુશી ઉજવતો હોય છે

મોરબી જિલ્લા ના ઇન્ડિયા ટીવી અને સંદેશ ન્યુઝ ટીવી ચેનલ ના પત્રકાર નિલેશ પટેલ ના પુત્ર મિત એ ધોરણ 12 કોમર્સ ની પરીક્ષા માં 98.21 પીઆર અને 81.21 % મેળવી ને સમગ્ર નેસડીયા પરિવાર ઉપરાંત મોરબી ના પત્રકાર પરિવાર નું નામ રોશન કર્યું છે

સ્વભાવે તોફાની અને મસ્તીખોર મિત માટે ધોરણ 12 માત્ર એક સિડી હતી તેનો ઈરાદો સીએ થવાનો છે અને હાલ તે અમદાવાદ ખાતે સીએ થવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે લક્ષ્ય સુધી પહોંચવા ની ઘુન હાલ તેના મન માં સવાર છે ત્યારે મોરબી પત્રકાર પરિવાર ના તારલા એવા મિત ને તેની મંજિલ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ

Comments
Loading...
WhatsApp chat