


વાંકાનેરની સિપાઈ શેરીમાં પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી બાદ મારમારી થઇ હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.
વાંકાનેરની સિપાઈ શેરીમાં રહેતા જાવેદ મહમદ ખુરેશીએ આસિફ ઇકબાલ ઘાંચી પાસેથી ઉછીના પૈસા લીધેલ હોય જે બાબતે જાવેદ ખુરેશીએ બોલાચાલી કરી આસિફ તથા સાહેદ ઇનાયતને લોખંડના પાઈપ થી માર મારી ઈજા કરી તથા હુસેન ઈસાભાઈ મતવા અને દાદી જેડાએ મદદગારી કરી હોવાની ફરિયાદ આસિફએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.