


મોરબી જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકની સુચનાથી એસઓજી ટીમે વિવિધ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની કવાયત આદરી હોય જેમાં આજે ચોરીના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી લેવાયો છે.
એસઓજી પીઆઈ સલીમ સાટીની આગેવાની હેઠળની એસઓજી ટીમેં હળવદ પોલીસ મથકમાં ચોરીના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી હસમુખભા પુંજાભા ગઢવી રહે. રાપર જી. ભુજ વાળો આજે હળવદ સરા ચોકડી પાસે હોવાની બાતમીને આધારે આરોપીને દબોચી લઈને હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે.

