એસ.ઓ.જી ટીમે ક્યા ગામમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપયો

 

 

હળવદના દેવળીયા ગામમાંથી એસ.ઓ.જી ની ટીમે દારૂ અને બિયર નો રૂપિયા ૨૧ હજાર થી વધુનો જથ્થો જપ્ત કર્યો હતો પણ આરોપી ત્યાંથી નાસી ગયો હતો

 

બનાવની મળતી વિગત મુજબ  જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરની સૂચનાથી જિલ્લામાં દારૂનીતિ બધીનો કડક અમલવારી મળતા એસ.ઓ.જી ના પી.આઈ. એસ.એન.સાટી માર્ગદર્શન હેઠળ શકરભાઈ ડોડીયા, કિશોરભાઈ મકવાણા અને ભરતસિંહ ડાભી સહિતનો સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલિગ માં હતો ત્યારે ખાનગી રાહે હકકિત મળી હતી કે જુના દેવળીયા ગામ દારૂ નો જથ્થો છે ત્યાં ગામની સીમમાં વોકળા પાસે રાજેશ ઉર્ફે રાજુ કોળી એ દારૂની બોટલ નગ ૪૩ કીમત રૂપિયા 12,૩૦૦ અને બીયર ટીન નગ ૩૪ કીમત રૂપિયા ૩૪૦૦ અને એક મોબાઈલ આમ કુલ મળી ને રૂપિયા ૨૧૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો પણ આરોપી પોલીસ ને જોઈએ ને નાસી ગયો હતો એસ.ઓ.જી પોલીસે હળવદ પોલીસ મથકે ગુનો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Comments
Loading...
WhatsApp chat