Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ GICD પાસેથી એસઓજી ટીમે બુટલેગરને દારૂ સાથે ઝડપી લીધો

હળવદ પંથકમાં દારૂના દુષણને ડામવા માટે એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક બુટલેગરને ઝડપી લીધો છે જયારે અન્ય મહિલાનું નામ ખુલતા તેણે ઝડપી લેવા કવાયત આદરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી ટીમના પીઆઈ એસ.એન. સાટીની ટીમ હળવદ ટાઉનમાં પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમીને આધારે એસઓજી ટીમે હળવદ નેશનલ હાઈવે જીઆઈડીસી પાસેથી આરોપી બજરંગ લીલાભાઈ ગોહેલ (ઉ.વ.૨૧) રહે. ભવાનીનગર હળવદ વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ ૧૫ નંગ અને ચપલા નંગ ૧૫ સહીત ૬૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો જયારે આરોપીએ બુટલેગર ગીતાબેન વિનુભાઈ કોળી રહે હળવદ પાસેથી દારૂ મેળવી તેનું વેચાણ કરતો હોવાની કબુલાત આપતા હળવદ પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવી મહિલા બુટલેગરને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat