હથિયાર લાયસન્સ રીન્યુ નહિ કરાવનાર શખ્શને એસઓજી ટીમે ઝડપ્યો

મોરબી એસેઓજી ટીમના પી.આઈ. એસ.એન. સાટીની સુચનાથી એસઓજી સ્ટાફ આજે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હથિયાર પરવાના અંગેની ડ્રાઈવમાં હતા જે દરમિયાન તાલુકાના ઝીંઝુડા ગામે દરગાહ પાસે મનવર હુશેન પીરજાદા (ઉ.વ.૭૭) રહે. ઝીંઝુડા તા. મોરબી વાળાએ પોતાની પાસે મજલ લોડ બંદુક ડબલ બેરલની કીમત રૂપિયા ૫૦૦૦ ની સાથે રાખી લાયસન્સ રીન્યુ નહિ કરાવી લઇ નીકળતા પરવાના લાયસન્સ શરતનો ભંગ કરતા આર્મ્સ એક્ટ કલમ ૩૦ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat