
તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી પથકમાં ચોરીના બનાવો વધવા પામ્યા છે ત્યારે મોરબીમાં ગઈકાલે બે ચોરીના બનાવો સામે આવ્યા હતા તો મોરબી જીલ્લા પંચાયતમાં ચોરીની ધટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મોરબી જીલ્લામાં વરસાદની સીઝનને ધ્યાને રાખીને જીલ્લા પંચાયતના આરોગ્ય શાખા દ્વારા કંટ્રોલરૂમ શરુ કરવામાં આવે છે ત્યારે ચોમાસાની સીઝન પૂરું થયા છતાં ઓક્ટોબર માસના અંતમાં વધુ વરસાદ પડતા કંટ્રોલ રૂમ એક માસ વધુ કાર્યરત કરવામાં આવ્યો હતો જેમાં ગત તા.૭ ના રોજ રાત્રીના ફરજ પર તોફિક ઇબ્રાહિમ શેરસિયા અને જાફર સેરસિયા હતા દરમિયાન મોડીરાત્રીના એક અજાણ્યા શખ્સે જીલ્લા પંચાયતમાં પ્રવેશ કર્યો હતો અને આરોગ્ય શાખામાં જઈને કંટ્રોલ રૂમમાં રહેલ તોફીકભાઈના મોબાઈલની ચોરી કરી હતી તો મહત્વનું તો એ છે કે આરોગ્ય શાખામાં ફરજ પરના રહેલા બંને ધોર નિંદ્રામાં હોય જેથી આ અજાણ્યો શખ્સ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હતો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.જો કે આ મામલે હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી
મોરબી જીલ્લા પંચાયત જ જો સુરક્ષિત ન હોય સામાન્ય માણસના ઘર કેમ સુરક્ષિત રહે તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે તો જીલ્લા પંચાયતના આરોગ્ય શાખામાંથી માત્ર સામાન્ય મોબાઈલની જ ચોરી થઇ છે પરંતુ અગત્યના ડોક્યુમેન્ટ સહિતની ચીજ વસ્તુને નુકશાન થાય તો જવાબદાર કોણ અને આરોગ્ય શાખામાં કાર્યરત કંટ્રોલરૂમના ફરજ પરના બંને કર્મચારીઓ નિંદ્રામાં હવાનું જાણવા મળતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છ તો એક બાદ એક ચોરીના બનાવો બનતા પોલીસની નાઈટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે અને મોરબીમાં તસ્કરોનો હાહાકાર જોવા મળી રહ્યો છે.
