


રાજ્યના જજોની સામુહિક કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના ૬ જજની પણ બદલી થઈ છે. જેમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.વી. પટેલની અમદાવાદ બદલી કરવામા આવી છે તેની જગ્યાએ પી.બી. નાયકની મોરબી ખાતે નિમણૂક કરવામાં આવી છે.
મોરબીના નવા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે પંચમહાલ જીલ્લા હાલોલ ના પી.બી.નાયક, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ તરીકે વડોદરા થી વાય.એન. પટેલ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે વડોદરા થી ઉપાધ્યાય , એડિશનલ સિવિલ જજ તરીકે આર.એમ કાલોતરા, સેકન્ડ એડિશનલ સિવિલ જજ તરીકે એસ એન પુંજાણી, સેકન્ડ એડીશનલ સિવિલ જ્જ- વાંકાનેર તરીકે ઝાલોદના એમ.સી.પટેલની નિમણૂક કરવામા આવી છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યના જજોની બદલી કરવામાં આવી છે જેમાં મોરબીના ૫ અને વાંકાનેરના ૧ જજની પણ બદલી થઈ છે. મોરબીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ જે.વી. પટેલ ની અમદાવાદ રૂરલ, સેકન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે. જી દામોદરાની અમદાવાદ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આર.એમ.અસોદીયાની સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે, એડિશનલ સિવિલ જજ આશીષકુમાર દવેની અરવલ્લી જીલ્લા ના ભિલોડા ખાતે , એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ સી.કે.મુન્શી ની બનાસકાંઠા, સેકન્ડ એડિશનલ સિવિલ જજ ટી.એ.ભાડજાની અમદાવાદ રૂરલ બદલી કરવામાં આવી છે

