

વાંકાનેર પંથકમાં દુકાનદાર ખુલ્લેઆમ પ્રતિબંધિત બીભત્સ સીડીનું વેચાણ કરતો હોય આજે એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન દુકાનદારને ઝડપી લઈને બીભત્સ સીડી અને ફોટા સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એસઓજી ટીમ આજે વાંકાનેર શહેરમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી સ્ટેશન રોડ પર આવેલી રાજગુરુ ઇલેક્ટ્રિક નામની દુકાનમાં જાહેરમાં દેખાઈ તેવી રીતે બીભત્સ ડીવીડી કેસેટ રાખી હોય ૧૪ નંગ ડીવીડી કીમત ૫૬૦ તેમજ ફોટોવાળા ખાલી ફોલ્ડર નંગ ૧૭૦ સહિતનો મુદામાલ જપ્ત કરી દુકાનદાર મહેશ રઘુરામ રાજગોર ની અટકાયત કરવામાં આવી છે



