


મોરબીની મચ્છુ નદીમાં આજે એક યુવાન ડુબ્યાની જાણ થતા ફાયરની ટીમ દોડી ગઈ હતી અને યુવાનને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
મોરબીના વિસીપરામાં આવેલા કેશવાનંદ બાપુના આશ્રમ નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં એક યુવાન ડૂબ્યો હોવાની ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમના વિનય ભટ્ટ, ધર્મેન્દ્ર ડાભી, જયપાલસિંહ જાડેજા, વસંત પરમાર, દિનેશ પડાયા, રાયધન સોલંકી, રવિ સોલંકી અને કાર્તિક ભટ્ટ સહિતની ટીમ દોડી ગઈ હતી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારનો રહેવાસી યુવાન ડૂબ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જોકે યુવાન ખરેખર પાણીમાં ડૂબ્યો છે કે નહિ તે પણ ચોક્કસ કોઈ કહી શક્યું નથી અને યુવાન ડુબ્યાની માત્ર આશંકા છતાં ફાયરની ટીમે શક્ય તમામ જહેમત ઉઠાવી હતી

