મોરબીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વાલીવારસની શોધખોળ શરુ કરાઈ 

 

મોરબીના નીચી માંડલ ગામ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યાને પગલે પોલીસે પીએમ કરી મૃતદેહ સરકારી હોસ્પિટલ ખાતે રાખ્યો છે અને વાલીવારસની શોધખોળ હાથ ધરી છે

ગત તા. ૧૪ ના રોજ હળવદ રોડ પર નીચી માંડલ ગામ નજીક ખેતરમાંથી અજાણ્યા ૪૦ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે મૃતદેહ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો અને હાલ મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે જે પુરુષે વાદળી કલરનો સફેદ લાઈનીંગ વાળો શર્ટ અને કાળા કલરનું પેન્ટ તેમજ ગળાના ભાગે કાળા કલરનો ધાર્મિક દોરો અને જમણા હાથે કલાઈના ભાગે અંગ્રેજીમાં મીના લખેલ છે

 

જે અંગે કોઈપણ માહિતી હોય તો તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ-૦૨૮૨૨-૨૪૨૫૯૨ તેમજ પોલીસ હેડ કોસ્ટેબલ જે.પી.વસીયાણીનો મોબાઈલ નંબરઃ-૮૩૨૦૪૩૨૩૭૮, ૯૮૨૫૫૮૫૪૮૭ પર સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

 

Comments
Loading...
WhatsApp chat