ચરાડવા નજીક પુરપાટ જતી સ્કોર્પિયો કારે સાઈકલને ઠોકર મારી

હળવદ તાલુકાના ચરાડવા ગામે નજીક કાર ચાલકે સાઈકલ ચાલકને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ચરાડવા ગામે સુથાર શેરીમાં રહેતા પ્રવીણભાઈ સુભાષભાઈ સાઈકલ લઈને જતા હોય દરમિયાન ચરાડવા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે પહોચતા સામેથી આવતી સ્કોર્પિયો કાર જીજે ૩૬ એફ ૮૦૦૮ પુરપાટ ઝડપે હડફેટે લઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભાઈ પ્રવીણભાઈ  રાધેશ્યામભાઈ દેવમુરારીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat