Billboard ad 1150*250

મોરબીમાં મોચી સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

0 53
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        જાગાસ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તાજેતરમાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત મોચી સમાજના એલકેજીથી ધોરણ ૧૨ ના કુલ ૧૯૫ બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા

Post ad 2

        સમારોમાં મોચી સમાજ મોરબીના જ્ઞાતિ અગ્રણીઓ અને દાતાઓના સહયોગથી ધોરણ ૧ થી ૧૨ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવેલ તેમજ શિક્ષણમાં ઉપયોગી ચીજવસ્તુ પણ આપવામાં આવી હતી સમારોહમાં મહંત દામજી ભગત ઉપસ્થિત રહ્યા હતા અને આશીવચન પાઠવ્યા હતા

        સમારોહને સફળ બનાવવા જાગાસ્વામી મિત્ર મંડળ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ નાગર, નાથાભાઈ ઝાલા, કાન્તિલાલ રાઠોડ, દિલીપભાઈ પરમાર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat