Billboard ad 1150*250

કોરોના ગ્રસ્ત જલ્દી સાજા થાય, સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે સંતોએ હવન કર્યો

0 94

મોરબીના સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે સંચાલક સ્વામી જ્ઞાનજીવનદાસ સ્વામી, નીલકંઠ સ્વામી , હરિકેશવ સ્વામી, હરિવત્સલ સ્વામી વગેરે સંતોએ કોરોના ગ્રસ્તો માટે પ્રાર્થના કરી કહ્યું કે ” ઓ દેવાધિદેવ , હવે હાઉ કરો એવી અમે દુઆ માંગીએ છીએ.”

કોરોનાના તાંડવને કારણે વિશ્વભરમાં હજારો પરિવારોના માળાઓ પીખાઈ ગયા છે. લાખો લોકોએ સ્વજનો ગુમાવ્યા છે , હજારો લોકો નિરાધાર બની રહ્યા છે ત્યારે અખાત્રીજ પરશુરામ જયંતિના પવિત્ર દિવસે અતિ દયાળુ ને સાધુતાની મૂર્તિ સમાન ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા અનુસાર સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા કોરોના મહામારીના વધતા પ્રભાવને શમાવવા માટે સંતોએ વિશ્વ શાંતિયજ્ઞ દ્વારા પ્રાર્થના કરી હતી.

કોરોના ગ્રસ્ત દર્દીઓને માટે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અને તેની શાખાઓ દ્વારા અપાય રહેલી દવાઓ ઉપરાંત સંતોએ દુઆ પણ કરી હતી. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર પરશુરામ જયંતિ અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન અને તેની વિશ્વભરની શાખાઓમાં ૨૫૦ ઉપરાંત સંતોએ વિશ્વની સુખાકારી અર્થે પૃથ્વી પરથી કોરોના મહામારીનુ વહેલી તકે નિવારણ થાય , મૃત્યુ પામેલા સ્વજનોનું શ્રેય થાય, હાલ કોરોના ગ્રસ્ત સત્વરે સ્વસ્થ થાય એવી શુભ ભાવના સાથે યજ્ઞશાળામાં હોમ હવન કર્યો હતો. યજ્ઞશાળામાં ગુરુકુલના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી સહિત દેશ-વિદેશની વિવિધ ગુરુકુળ આશ્રમોમાં ૨૫૦ ઉપરાંત સંતોએ વિશ્વશાંતિ યજ્ઞના મંત્રોચાર , ભક્ત ચિંતામણી ગ્રંથના શાંતિપાઠના પ્રકરણોનું ગાન તેમજ જનમંગલ અને વૈદિક પુરુષસૂક્ત્તના મંત્રો દ્વારા યજ્ઞ નારાયણને આહુતિઓ અપાયેલ.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat