

હળવદના એક મજુર માણસ પોતાનું ગુજરાન ચલવવા પંચર કરવા માટે ફૂટ પાટ પાર બેસે છે અને તે એકસિડન્ટમાં પગ અને કમરના ભાગ માં ઈજા બાદ તે મહેનત વાળું કામ કરી શકે એમ નહીં હોવાથી બેઠા બેઠા થઈ શકે એવું વાહનોના પંચર બનાવા નું અને ઘરે બેઠા થેલા સિવવાનું કામ કરે છે.દુકાન કે કેબીન નહીં હોવાથી પંચર કરવા માટે નો સામાન લારીમાં રાખીને કરે છે. તેઓ રોડ સાઈડ ફૂટપાથ ઉપર લારી રાખીને કામ કરે છે.રોજ લારી ભાડે લાવીને ધંધો કરનાર ભાઈ રોજનું ૩૦ રૂપિયા લારી ભાડું મહા મુસીબતે ચૂકવે છે.એમની સ્થિતિ સાવ સામાન્ય હોવાથી ઘર ની લારી લઈ શકતા નથી એવું રોટરીને જાણવા મલતા તેમને એક ધંધો કરવા માટે પ્રોત્સાહિત કરવા આવા મહેનતુુ અને ખંતિલા માણસ ને એક વિનામૂલ્યે લારી આપવામાં આવી હતી.આ પ્રોજેકટ નું ડોનેશન કિરણભાઈ દેવસીભાઈ દોરાલા સરંભળા તરફથી આપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માં સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા હાજર રહ્યા હતા.