Billboard ad 1150*250

આવતીકાલે રજુ થનારી ગુજરાતી ફિલ્મ “ટીચર ઓફ ધ યર” માં મોરબીના ભાણેજની ભૂમિકા

0 96
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના ભાણેજે ટીચરની ભૂમિકા ભજવી

        મોરબીના શિક્ષણ જગતમાં અનન્ય પ્રદાન આપનારા ૩૦ થી ૩૫ વર્ષ સુધી વિવિધ હાઈસ્કૂલમાં સેવા આપનાર તથા મોરબીમાં જનતા કલાસીસનો પાયો નાખનાર પાયાના પથ્થર સ્વ. સદાશિવ ભટ્ટના ભાણેજ ડો. પ્રેમલ યાજ્ઞિક કે જેઓ પણ શિક્ષણ સાથે જોડાયેલા છે હાલ પ્રેમલભાઈ અમદાવાદ સરકારી કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે સેવા આપી રહ્યા છે પરંતુ એક્ટિંગમાં પણ શોખ ધરાવનાર પ્રેમલભાઈ સાથે સાથે ફિલ્મમાં પણ પોતાની સેવા આપીને શોખ પુરા કરી રહ્યા છે

        એક કોમર્સના વિદ્યાર્થી, કોમર્સના પ્રાધ્યાપક અને કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ પણ કલાક્ષેત્રે પોતાનું અનેરું યોગદાન આપી રહ્યા છે ડો. પ્રેમલ યાજ્ઞિક આવતીકાલે રજુ થનારી ગુજરાતી ફિલ્મ ટીચર ઓફ ધ યરમાં પણ ટીચરની ભુમિક ભજવી રહ્યા છે અને તેઓ મોરબીના ભાણેજ છે પ્રેમલભાઈ અગાઉ ગુજ્જુભાઈ ધી ગ્રેટ, અને પીએમ મોદીના જીવન પરથી બનેલી ફિલ્મ ચલો જીતે હે માં પણ જોવા મળ્યા હતા આવતીકાલે રજુ થનારી ફિલ્મ માટે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat