કરો વાત ! લાયન્સનગર વિસ્તારમાં નવા બનેલા રોડમાં કાંકરીઓ દેખાવા લાગી

મોરબીના છેવાડે આવેલા લાયન્સનગર વિસ્તારમાં તંત્રએ રોડ તો બનાવી દીધો પરંતુ નવા બનેલા રોડમાં ખાડા પડ્યા છે અને કાંકરીઓ દેખાવા લાગતા રોડની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે અને સામાજિક કાર્યકર દ્વારા ચીફ ઓફિસરને આ મામલે રજૂઆત કરવામાં આવી છે.

મોરબીના લાયન્સનગર વિસ્તારના રહેવાસી સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે શનાળા બાયપાસ નજીક આવેલ લાયન્સનગરમાં અંદાજે આઠ થી નવ માસ પહેલા રોડ બન્યો છે જે રોડમાં ખાડા અને કાંકરી દેખાવા લાગી છે તેમજ રોડમાં પાણી ભરાયા છે જેથી રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ઝડપથી રોડનું રીપેરીંગ કરવામાં આવે તેવી લત્તાવાસીઓની માંગ છે

તેમજ નબળું મટીરીયલ્સ વાપરીને રોડ બનાવ્યો છે જેથી રોડની દુર્દશા થઇ છે અને હાલ વરસાદ ના હોય જેથી ઝડપથી રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી છે તે ઉપરાંત વિસ્તારના સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, સહિતના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અંગે યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat