“બગીચામાં બાળકોને કેમ રમાડો છો” કહીને મહિલાઓ પર સળિયાથી હુમલો

મોરબીના શનાળા રોડ પરની સોસાયટીના બગીચામાં બાળકો રમાડવા બાબતે એક શખ્શે બે મહિલાઓને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ પરની ચિત્રાનગર સોસાયટીના રહેવાસી ચંદુભાઈ હરખજીભાઇ કડીવારે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પત્ની શારદાબેન અને અન્ય મહિલાઓ સોસાયટીના બગીચામાં બાળકોને રમાડતા હોય તાય્રે આરોપી ભરત મહાદેવ મેરજાએ ઘરમાંથી સળીયો લઈને બગીચામાં બાળકોને કેમ રમાડો છો કહીને ફરિયાદીના પત્ની શારદાબેન અને અન્ય મહિલા ગૌરીબેન એમ બે મહિલાઓને માર મારી ઈજા પહોંચાડી છે પોલીસે મારમારીના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat