

આજરોજ હળવદ વાણીયાવાડ વિસ્તાર ના તમામ નાની મોટી શેરીઓ તેમજ મુખ્ય રોડ લંગડેજી મહારાજ ચોક થી લઈ મૂળીબા માર્કેટ સુધીના સીસી રોડ નું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ ભાજપ પ્રમુખ અજય ભાઈ રાવલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે બાંધકામ ના ચેરમેન અનિલભાઈ રાવલ, ઉપપ્રમુખ જશુબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ નગરપાલિકા ના એન્જિનિયર પરમાર અને કોન્ટ્રાક્ટર ગણેશ ભાઈએ કામ ની શરૂઆત કરી હતી. લંગડેજી મહારાજ સેવા સમિતિ ના તેમજ વાણીયાવાડ યુવક મંડળ ના તમામ વડીલો યુવાનો ને તમામ શેરી ના રહીશો એ આવેલ મહેમાન ખાસ આભાર માન્યો હતો