મોરબી જિલ્લામાં ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરિકેના અધિકારો એનાયત કરાયા

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ આર. જે. માકડીયાએ એક હુકમ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધીના સમયગાળા માટે મેજીસ્ટ્રીયલ પાવર ધરાવતા ન હોય તેવા ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ ઓફિસરો, વિવિધ કામગીરી માટે નિયુક્ત નોડલ ઓફિસરો, ફ્લાઈંગ સ્ક્વોર્ડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમમાં નિયુક્ત કરવામાં આવે તેવા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારો ભોગવવા એનાયત કરેલ છે.

        આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કામે નિયુક્ત કરવામાં આવેલ ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ કામગીરી માટે નિયૂક્ત કરવામાં આવેલ નોડલ ઓફિસર  તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ કામગીરી માટે નિયુક્ત કરેલ નોડલ ઓફિસર, ઝોનલ ઓફિસર, ખાસ ઝોનલ ઓફિસર તથા રીઝર્વ ઝોનલ અધિકારી, ફ્લાઈંગ સ્ક્વોર્ડના વડા, સ્ટેટીક સર્વેલન્સ ટીમના વડાને જે વિસ્તાર અને નિશ્વિત સમયગાળા માટે નિમણૂંક કરવામાં આવેલ હોય તે વિસ્તાર અને સમયગાળા માટે લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ અન્વયે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધીના સમયગાળા માટે ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ – ૧૯૭૩ ની કલમ – ૨૧ મુજબ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા સદરહું અધિનિયમ તળેના અધિકારો એનાયત કરવામાં આવે છે.

Comments
Loading...
WhatsApp chat