Billboard ad 1150*250

મોરબીમાં દારૂની હેરાફેરી કરતા રીક્ષાચાલક દારૂના જથ્થા સાથે ઝડપાયો

0 493

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે મોડી રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન શહેરના નવલખી રોડ કુબેરનગરની પાસેથી રીક્ષા ચાલકને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ કર્ફ્યુની અમલવારી સંબધે પેટ્રોલિંગમાં હોય દરમિયાન રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૮૮૫ લઈને નીકળેલા મિથુન ઉર્ફે હેમંત મોહનલાલ કોળી (૨૭) મૂળ રહે.એમપી હાલ રહે. રણછોડનગર નવલખી રોડ મોરબીની રીક્ષા શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૯ કીમત રૂ. ૫૭૦૦ તથા રીક્ષા કીમત રૂ.૭૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૭૫,૦૦૦ સાથે રીક્ષા ચાલકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે દારૂ ક્યાંથી લઇ આવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે સહિતની દિશામાં પોલીસે તપાસ ચલાવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat