



હાલ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની હડતાલને પગલે જનજીવન પ્રભાવિત થયું છે અને મોરબી નજીકના બે સીએનજી પંપ બંધ રહેતા અન્ય પંપ પર વાહનોની લાંબી કતારો લાગે છે અને વાહનચાલકોનો વારો ના આવતો હોવાથી દેકારો બોલી ગયો છે.
CNG પંપ સંચાલકો વધુ કમીશનની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા છે અને મોરબી જીલ્લાના પાંચમાંથી ત્રણ સીએનજી પંપ બંધ છે જેના પગલે અન્ય પંપ પર વાહનોની કતાર લાગી છે મોરબીના મહેન્દ્રનગર નજીકનો સીએનજી પંપ તેમજ ટંકારા નજીક આવેલ પંપ અને જેતપર રોડ પર એમ ત્રણ પંપના સંચાલકો હડતાલમાં જોડાઈ ગયા છે જેથી વાહનચાલકો ખાસ કરીને સીએનજી રિક્ષાચાલકોને છેક લાલપર પંપ પર ગેસ ભરાવવા માટે જવું પડે છે તો આ પંપ પર લાંબી કતારો જામે છે તે ઉપરાંત વાંકાનેર ટોલનાકા નજીકનો પંપ ચાલુ છે
જોકે મોરબીવાસીઓ માટે સૌથી નજીક એવો મહેન્દ્રનગર નજીકનો પંપ બંધ રહેતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ટંકારા નજીકનો પંપ પણ હાઈવે સ્થિત હોવાથી વાહનચાલકોને સુગમ પડે પરંતુ આ સીએનજી પંપ બંધ હોવાથી સીએનજી સંચાલિત વાહનો અને રિક્ષાચાલકોની માઠી દશા જોવા મળી રહી છે



