



મોરબીમાં ક્રાંતિકારી વિચારો સાથે દેશભક્તિના રંગે રંગાયેલા યુવાનોનું ગ્રુપ ક્રાંતિકારી સેના દ્વારા શાળાના બાળકોને અભ્યાસ સાથે દેશભક્તિના રંગે રંગી દેવા માટે અનોખો વિચાર કરવામાં આવ્યો છે
ક્રાંતિકારી સેનાના યુવાનો દ્વારા એબીસીડી બનાવી છે જે એબીસીડીમાં મૂળાક્ષરો સાથે દેશના ક્રાંતિકારી વીરો જેવા કે શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ ઉપરાંત સ્વામી દયાનંદ સરસ્વતી અને સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીના ફોટો સાથેની એબીસીડી તૈયાર કરવામાં આવી છે જેથી બાળકોમાં નાની વયથી જ ક્રાંતિકારીઓ અને દેશભક્ત મહાપુરુષો વિષે માહિતગાર બને અને દેશભક્તિના રંગે બાળકોને રંગી સકાય તેવી તે માટે ૫૦૦૦ કોપી તૈયાર કરવામાં આવશે અને ક્રાંતિકારી સેનાનો આ આઈડિયા ખરેખર ક્રાંતિકારી કહી સકાય તેવો આવકારદાયક છે



