Billboard ad 1150*250

મોરબી પાણી પુરવઠા બોર્ડના નિવૃત અધિકારીનો વિદાય સમારોહ યોજાયો

0 43
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ગુજરાત પાણી પુરવઠા બોર્ડ મોરબીમાં ફરજ બજાવતા ડી જી સાદરીયા વય મર્યાદાને કારણે નિવૃત થતા જલસેવા પરિવાર મોરબી તરફથી તેમને શુભેચ્છા પાઠવવા કાર્યપાલક ઈજનેર શશી વાઘેલાના અધ્યક્ષસ્થાને વિદાય સમારોહ યોજાયો હતો

Post ad 2
Post ad 3

જેમાં નાયબ કાર્યપાલક ઈજનેર જાડેજા દ્વારા તેમને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તેમજ જલસેવા પરિવાર તરફથી મોમેન્ટો અર્પણ કરાયો હતો

        નાયબ કાર્યપાલક ઈજનેર એન એમ પંડ્યાએ જણાવ્યું હતું કે ડી જી સાદરીયાની મોરબીમાં ૩૬ વર્ષની સેવામાં મો.માં. જો. જૂથ પા પુ યોજનામાં પાણી પુરવઠો પૂરો પાડવાની કામગીરીમાં સતત ચોવીસ કલાક હાજર રહીને કાર્ય કર્યું છે ગમેં તેવા ચેલેન્જના કાર્યો તેઓએ કોઠાસુઝથી પાર પાડ્યા છે જેની ખોટ વિભાગને રહેશે નાયબ કાર્યપાલક ઈજનેર ઢેઢી સાહેબે જણાવ્યું હતું કે તેમની કામગીરી ઈમરજન્સી કામમાં હુકમના એક્કા સમાન હતી પા.પુ. બોર્ડમાંથી આપણો એક હીરો જાય છે

ના.કા.ઈ રાઠોડે જણાવ્યું હતું કે દરેક ગામને નિયમિત પાણી પુરવઠો આપવા માટે ખંતથી મહેનત કરવી તેમનો સ્વભાવ છે ના.કા.ઈ. ખ્યાતીબેન હરણીયાએ જણાવ્યું હતું કે તેમની કામગીરી ની સ્ટાઈલ એક આગવી ઢબની છે ફટાફટ નિકાલ કરવાની તેમની કાર્ય પદ્ધતિ ઉમદા રહી છે જલસેવા પરિવારના અધિકારીઓ, કર્મચારીઓએ તેમની લાગણી વ્યક્ત કરી આભાર વિધિ મેઘા શાહ દ્વારા કરાઈ હતી

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat