



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજમાં વર્ષો સુધી સેવા આપીને વયમર્યાદાને કારણે નિવૃત થયેલા પી ડી જાડેજાનો વિદાય સમારોહ કોલેજના પ્રિન્સીપાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
એલ ઈ કોલેજમાં દીર્ઘકાલીન સેવા બાદ વયમર્યાદાને કારણે નિવૃત થયેલા પી.ડી. જાડેજાનો વિદાય સમારોહ યોજવામાં આવેલ જેમાં કોલેજના પ્રિન્સીપાલ ડી બી વાગડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે પ્રિન્સીપાલના વરદ હસ્તે વ્યક્તિ વિશેષ એવોર્ડ એનાયત કરીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી આ તકે પ્રિન્સીપાલ વાગડીયા સહીત તમામે તેઓનાં મિલનસાર અને સેવાભાવી સ્વભાવ તેમજ તમામને ઉપયોગી બનવાની તેમની ભાવનાને બિરદાવી હતી
તેઓની નિવ્રૃતિ બાદ સ્વસ્થ તંદુરસ્ત દીર્ઘાયુ જીવન માટેતમામે શુભેચ્છા પાઠવી હતી પોતાના પ્રતિભાવમાં પી.ડી.જાડેજાએ આ તકે પ્રિન્સિપાલ ડી.બી.વાગડીયા સહીત પોતાના તમામ સાથી કર્મચારીગણ, કોલેજ સ્ટાફ સહીત તમામે સદાય ઉષ્માભર્યા સહકાર આપવા બદલ પી ડી જાડેજાએ આભાર માન્યો હતો



