


મોરબીમાં શનાળા બાયપાસ નજીક આવેલ ગોકલદાસ પ્રા.નાં જીના પાસે કેમિકલ યુક્ત ટેન્કર ઠાલવવામાં આવતા તેને રોકવા અને તેની સામે કાયદેસરની કાયવાહી કરવા માટે મોરબી નગરપાલિકાના વોર્ડ-૧૧નાં કાઉન્સીલર કુસુમબેન કરમશીભાઈ પરમારએ મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.જેમાં જણાવ્યું હતું કે ગઈકાલ મોડીરાત્રીના ગોકલદાસ પ્રા.નાં જીન પાસે હાલ ટેન્કર નં-જીજે ૧ વી ૬૮૩૯ દ્વારા અતિશય દુર્ગંધ મારતું કોઈ કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું.જેની જાણ લત્તાવાસીઓને જાણ તથા સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા અને ટેન્કર ચાલકએ સ્થાનિકોને અપશબ્દો કહ્યા હતા તેમજ ધાક-ધમકી પણ આપવામાં આવી હતી.આ કેમિકલ યુક્ત પાણીથી રોગચાળો ફેલાવવાનો ભય તથા ચામડીના રોગ થવાની શક્યતા છે.તો આ મામલે ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરવામા આવી છે.