Billboard ad 1150*250

મોરબીમાં ગાંજા પ્રકરણમાં ઝડપાયેલ મુખ્ય આરોપીના રિમાન્ડ મંજુર

0 108
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

         મોરબી પંથકમાં એલસીબી અને એસઓજી ટીમે ૨૧ કિલો ગાંજા સાથે એક શખ્શને ઝડપી લીધા બાદ મુખ્ય સુત્રધારનું નામ ખુલ્યું હોય અને આરોપીને ઝડપી લેવા એસઓજી ટીમ કાર્યરત હોય દરમિયાન ખાખરેચી દરવાજા પાસેથી મુખ્ય સુત્રધારને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા તા. ૧૧ સુધીના રિમાન્ડ મંજુર થયા છે 

        મોરબી એલસીબી ટીમે સુરતથી ગાંજાનું પાર્સલ આવ્યું હોવાની બાતમીને આધારે શ્રીજી ટ્રાવેલ્સ ઓફીસમાં આરોપી જુબેર અબ્દુલ મનસુરી (ઉ.વ.૩૫) રહે મેમણ શેરી, દરિયાલાલ મંદિર સામે મોરબી વાળાને ઝડપી લઈને ૨૦ કિલો ૨૪૫ ગ્રામ ગાંજાનો જથ્થો કીમત રૂ ૧,૨૧,૪૭૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને આરોપી સામે એનડીપીએસ કલમ ૨૦ (બી) ૨૯ મુજબ ગુન્હો ઝડપાયેલા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હોય અને ગાંજાનું પાર્સલ આરોપી અહેમદ ઉર્ફે આમદ ઉર્ફે ભૂરો સતારબહિ કાસમાણી (ઉ.વ.૩૮) રહે મોરબી કુબેરનાથ રોડ મોચી શેરી સામે વાળાને ખાખરેચી દરવાજા પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ઝડપાયેલ આરોપી અગાઉ ૨૦૧૧ ના વર્ષમાં ગાંજા પ્રકરણમાં તેમજ તે ઉપરાંત પ્રોહીબીશનના ૨ ગુન્હા , જુગારના ૨ ગુન્હા અને મારામારીના કેસમાં પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો હોય જે રીઢા ગુનેગારને કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે તા. ૧૧ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat