વાંકાનેરમાં પાણીચોરી કરનાર સામે તંત્રની લાલ આંખ, ૧૨ સામે ગુન્હો નોંધાયો

વાંકાનેર તાલુકાના ૧૦૪ ગામમાં પીવાના પાણીની તંગી ના સર્જાય તે માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે તો પાણીચોરી રોકવા પણ નક્કર કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે જેમાં તાજેતરમાં પાણીચોરી કરનાર ૧૨ સામે પોલીસ ફરિયાદ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી અને જીલ્લા કલેકટરની સુચના બાદ ૧૨ લોકો સામે પાણીચોરીની ફરિયાદ કરવામાં આવી છે જેમાં શામજી ધરા, ઉકા લવજી, રામજી રૂખડ, માલા ધના, સવસી સોંડા, નરશી ભેરૂ, તેજ સોંડા, સુખ સવશી, બટુક ધના, છના કરમશી, લાલજી ધના અને હક્કા મશરૂમ સહિતના ૧૨ ઈસમો સામે પાણી પુરવઠા બોર્ડની પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરવા તેમજ જાહેર મિલકતને નુકશાન પહોંચાડવાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.

હાલનો જળ જથ્થો પીવા માટે અનામત રાખવામાં આવ્યો છે અને પાણી ચોરી રોકવા કેનાલ પર SRP બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તેમજ પાણીચોરી કરનાર સામે ફોજદારી ગુન્હો નોંધી કડક પગલા ભરવામાં આવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat