Billboard ad 1150*250 Billboard ad 1150*250

16 જાન્યુઆરીની રાજકોટ-કોઈમ્બતુર ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

 

દક્ષિણ પશ્ચિમ રેલવેના માલુગુર સ્ટેશન પાસે રેલવે અંડર બ્રિજના બાંધકામ માટે લેવાયેલા બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ એ જણાવ્યા અનુસાર, ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડતી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર 16મી જાન્યુઆરી, 2022ના રોજ ગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-તિરુપત્તુર-સાલેમ ના ડાયવર્ટ રૂટ પર દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં ગુત્તી, અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલાહંકા, કૃષ્ણરાજપુરમ અને બંગારપેટ સ્ટેશન નો સમાવેશ થાય છે.
  2. ટ્રેન નંબર 19567 તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ 16મી જાન્યુઆરી, 2022ના રોજ સાલેમ-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ ના ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં બંગારપેટ, કૃષ્ણરાજપુરમ, યેલાહંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુર સ્ટેશન નો સમાવેશ થાય છે.

રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારો ને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનો ના સંચાલન ને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને  કોઈ અસુવિધા ન થાય.

 

Comments
Loading...
WhatsApp chat