મોરબીમાં જુગાર ધામ પર દરોડો, નવ જુગારીઓ લાખોની મત્તા સાથે ઝડપાયા

એ ડીવીઝન પોલીસે ૫.૦૩ લાખની રોકડ જપ્ત કરી

મોરબી પંથકમાં ચારેકોર શ્રાવણીયો જુગાર જામ્યો છે ત્યારે મોરબી એ ડીવીઝન પોલીસે ગત રાત્રીના સુમારે મકરાણીવાસ વિસ્તારમાં જુગારધામ પર દરોડો કરીને નવ જુગારીઓને લાખોની રોકડ સાથે ઝડપી લીધા છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી પીએસઆઈ એમ.વી. પટેલ, વી કે ગોંડલીયા, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, મણીલાલ ગામેતી, અજીતસિંહ પરમાર, ભરતભાઈ ખાંભરા, નિર્મલસિંહ જાડેજા, શક્તિસિંહ ઝલા, શેખાભાઈ મોરી સહીતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકરાણી વાસ વિસ્તારમાં રહેતા જાવેદ અખ્તર બ્લોચના મકાનમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળી હતી

જે બાતમીને આધારે દરોડો કરતા જુગાર રમી રહેલા મકાનમાલિક જાવેદ યારમહમદ બ્લોચ, ઈસ્માઈલ યારમહમદ બ્લોચ, સંજય રૈયાભાઈ રાતડીયા, નિકુંજ ઉર્ફે ચાકો પ્રફુલ દેત્રોજા, અબ્દુલ ઉર્ફે અબુ ખમીશા વાઘેર, હસમુખ ભરત લખતરીયા, અનીલ કુંવરજી મુંજારીયા, ઈરફાન અલારખા ચિચોદરા અને અસ્લમ સલીમ ચાનિયા એમ નવ જુગારીઓને દબોચી લઈને રોકડ રકમ ૦૫,૦૩,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat