Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના વીરપર માટેલ ગામે આર આર સેલનો દરોડો, દેશી દારૂનો જથ્થો ઝડપ્યો

દેશી દારૂ, મોબાઈલ અને બે મોટરસાયકલ સહિતનો મુદામાલ જપ્ત

રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહની સુચનાથી આર.આર.સેલના પીએસઆઈ એમ.પી.વાળાની આગેવાની હેઠળ આર આર સેલના રશીકભાઇ પટેલ, રામભાઇ મંઢ તથા સુરેશભાઇ હુંબલ નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે મનીષભાઇ વાહણભાઇ કોળી રે.માટેલ શીતળા ધાર વાડી વિસ્તાર વાળો પોતાના સાગરીતો સાથે મળી વીરપર માટેલ ગામની કન્યાશાળા સામે આવેલ ઓરડીમાં મોટીમાત્રામા દેશી દારુ ઉતારી છુટક-છુટક વેચાણ કરે છે

જે બાતમીને પગલે ટીમ દરોડો કરતા પોલીસને જોઇ બે-ઇસમો નાશી ગયેલ અને બે-ઇસમો પકડાઇ ગયેલ તેમજ ઓરડીમાં ચેક કરતા અલગ-અલગ બાચકા તેમજ કેરબામાંથી દેશી દારુ લી.૪૬૩ કિ.રૂ.૯૨૬૦/- મળી આવેલ તેમજ મોબાઇલ-ર તથા મોટરસાયકલ મળી કુલ રૂ.૯૬,૨૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો

જે રેડમાં હાજર મળી આવેલ આરોપી (૧) કાના વાહણભાઇ બાવરવા તથા (ર) હરજીભાઇ વાહણભાઇ બાવરવા રે.બંન્ને માટેલ વાંકાનેર વાળાઓને ધોરણસર અટક કરી પુછપરછ કરતા દારુ મંગાવનાર (૩) મનીષ વાહણભાઇ બાવરવા રે.માટેલ વાંકાનેર તેમજ નાશી જનાર (૪) સંજય ધીરુભાઇ કોળી રે.હળવદ તથા (૫) બકો રે.પલાસ વાંકાનેર તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ છે

Comments
Loading...
WhatsApp chat