લડત રંગ લાવી ! ગ્રામ્ય પંથકમાં બસોના રાત્રીરોકાણનો પ્રશ્ન આખરે ઉકેલાઈ ગયો



મોરબી જીલ્લાના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસોના રાત્રીરોકાણ બંધ કરી દેવાયા હોય જે મામલે મોરબીના માજી ધારાસભ્ય અને માળિયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખની રજૂઆતને પગલે તંત્ર દ્વારા પ્રશ્ન ઉકેલી નાખવામાં આવ્યો છે.
માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રી રોકાણ કરતી એસટી બસોના રાત્રીરોકાણ અચાનક બંધ કરી દેવામાં આવ્યા હતા જેને પગલે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો સહિતના સૌ કોઈને હાલાકીનો સામનો કરવો પડતો હોય અનેક રજૂઆત છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ નહિ આવતા માળિયા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ સરડવાએ પ્રશ્નોના નિરાકરણ માટે તંત્રને રજૂઆત કરી પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો ગોપાલભાઈ સરડવા તથા સરપંચ અને આગેવાન દ્વારા તા. ૦૨ ના રોજ રસ્તા રોકો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી
આ મામલે માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાની દરમિયાનગીરીને પગલે ગોપાલભાઈ સરડવા અને સરપંચ સહિતના આગેવાનોએ એસતી ડેપોના અધિકારી સાથે ચર્ચા કરી હતી અને નાઈટ હોલ્ટ બંધ કરવામાં આવેલ તે પુનઃ શરુ કરવાનો નિર્ણય કર્યો છે જેથી રાજકોટ-માળિયા સાંજે 4.30, માળિયાથી સાંજે 6.30, રાજકોટ-ભાવપર જુના સમય મુજબ તથા મોરબી-રાસંગપર રાત્રિરોકાણ તથા મોરબી-માળિયા 10.45 એવો નિર્ણય કરવામાં આવ્યો છે.

