ગેસ્ટહાઉસ રોડ પર ઉભરાતી ગટરના પાણીનો પ્રશ્ન

મોરબીના ગેસ્ટહાઉસ રોડ પર ઉભરાતી ગટરના પ્રશ્ને વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ગેસ્ટ હાઉસ રોડ પર વ્વેપારીઓ પોતાની દુકાન અને ઓફીસ ચલાવીને ધંધો કરી રહ્યા છે. જ્યાં ચામુંડા ફરસાણથી શક્તિ ચોક સુધી ગટરનું પાણી આખો દિવસ ઉભરાયેલું રહે છે. હાલ નવરાત્રીના તહેવારો હોય તેમજ ગ્રાહકો ઉપરાંત વકીલોની આવેલી ઓફિસમાં અસીલો નિયમિત આવજા કરતા હોય જેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અગાઉ પણ અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી જેથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ મોરબી સુત્રને સાર્થક કરવા તેમજ ક્લીન સીટી બનાવવા આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat