હળવદના ડુંગરપુર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

હળવદ તાલુકાના ડુંગરપુર ગામેથી વાડીમાંમાં સંતાડેલ દારૂનો જથ્થા સાથે એક શખ્સને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ધ્રાંગધ્રા તાલુકાના પીપળી ગામે રહેતો વસંત કાનજીભાઈ વાણીયાએ ડુંગરપુર ગામની સીમમાં આવેલ વિક્રમ રાણાભાઈ કોળીની વાડીમાં ઇંગલીશ દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હોવાની ખનગી બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૫૮૦ અને બીયર ટીન નંગ ૨૪ કુલ મળીને કીમત રૂ.૬૦૪૦૦ મળી આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની આ સફળ કામગીરીમાં પી.આઈ. એમ.આર. સોલંકી, વનરાજસિંહ બાબરિયા, દેવેન્દ્રસિંહ ઝાલા, ભાવેશભાઈ મિયાત્રા, ગંભીરસિંહ ચૌહાણ અને પંકજભાઈ ગઢવીએ કરેલ છે.

Comments
Loading...
WhatsApp chat