



માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની જોગવાઈ વિશે જાણકારી અને તાલીમ આપવા માટે મોરબી જિલ્લા ની જુદી જુદી કચેરીઓના જાહેર માહિતી અધિકારીઓ અને મદદનીશ જાહેર માહિતી અધિકારીઓનો એક દિવસિય તાલીમ વર્ગ સેમિનાર કલેકટર કચેરી સભાખંડમાં યોજાયો હતો.
મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને સ્પીપા રાજકોટ દ્વારા આયોજિત આ સેમિનારમાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની જોગવાઈઓની વિસ્તૃત જાણકારી લોકલ ફંડ ઓડીટના સૌરાષ્ટ્ર ઝોનના વિભાગીય નાયબ નિરીક્ષક શ્રી શૈલેષ સંગપરિયાએ દરેક સત્તાતંત્રના જાહેર માહિતી અધિકારીઓ, મદદનીશ જાહેર માહિતી અધિકરીઓ તથા પી.આઈ.ઓ.એ જાહેર માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ કરવાની થતી કામગીરી તેમજ દરેક કચેરીઓના પ્રો એકટીવ ડીસ્કલોઝર રાખવા અંગેની વિસ્તૃત જાણકારી આપી જણાવ્યું હતું કે જાહેર માહિતી અધિકારનો કાયદો ભારતમાં ૧૫-૦૬-૨૦૦૫ માં અસ્તીત્વમાં આવ્યો આ કાયદાનો અમલ દેશમાં તા.૧૨-૧૦-૨૦૦૫ થી શરૂથયો હતો. શ્રી સગપરિયાએ ઉમેર્યુ હતુ કે જાહેર માહિતી અધિકાર અધિનિયમ સૌથી પહેલા વિશ્વમાં સ્વીડન દેશમાં ૧૭૬૬ માં અમલમાં આવ્યો હતો પરંતુ આ કાયદાની વાત સૌ પહેલા કરી હોયતો આપણા ભારત દેશમાં ૫૧૪૧ વર્ષ પહેલા થઈ હતી ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં ચોથા અધ્યાયમાં ૧૭ માં શ્ર્લોકમાં આ કાયદા અંગેની વાત કરી છે. તેમ તેમણે જણાવ્યું હતું.શ્રી સગપરિયાએ આ કાયદા ના અધિકાર હેઠળ ભારતના નાગરિકને સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી ની જાણકારી મેળવવાનો અધિકાર છે તેમ જણાવી આ કાયદાનો હેતુ પારદર્શક વહિવટ નો રહ્યો છે. તેની પણ વિસ્તૃત જાણકારી આપી આ કાયદા હેઠળ આવેલા ચુકાદાઓની વિસ્તૃત છણાવટ કરી હતી.બે સેશનમાં યોજાયેલ આ સેમિનારમાં મામલતદારશ્રી એચ.બી.સતાણીએ સૌને આવકારી સેમિનારમાં મળતા જ્ઞાન નો પૂરો લાભ લેવા જણાવ્યું હતું. સેમિનારમાં મોરબી જિલ્લાની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

