


રાજ્યમાં ખાનગી શાળાઓની મનમાનીની વ્યાપક ફરિયાદો અને વાલીઓના આંદોલન બાદ ફી અધિનિયમ કાનુન લાગુ કરવામાં આવ્યો છે જોકે તેની પુરતી અમલવારી થતી ના હોય આજે યુથ કોંગ્રેસ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હલ્લાબોલ કરવામાં આવશે
રાજ્ય સરકારના ફી અધીનીયમન કાનુન (ગુજરાત ની 60% થી 70% પ્રાઈવેટ સ્કુલો FRC માં નોધંણી જ નથી કરાવી અને આવી સ્કુલોને ગુજરાત સરકાર છાવરી રહી છે ) નો યોગ્ય અમલનાં થતો હોઈ જેના વિરોધમાં હલ્લા બોલનો કાર્યક્રમ રાખેલ છે જેમાં આજે તા. ૦૪ ને બુધવારે સવારે ૧૧ : ૩૦ કલાકે મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો, મોરબી જિલ્લાનાં વિધાનસભાનાં પ્રમુખો અને હોદ્દેદારો તથા કાર્યકરો, મહિલા કોંગ્રેસ, N.S.U.I. સહિતના કાર્યકરો હલ્લાબોલ કરશે અને ફી અધિનિયમ કાનુનની અમલવારી કરવાની માંગ કરવામાં આવશે

