માળિયા તાલુકાના તરધરી અને ચમનપર ગામે નર્મદા રથનો ઉગ્ર વિરોધ

મોરબી જીલ્લામાં ઠેર-ઠેર નર્મદા રથનો વિરોધ થઇ રહ્યો છે.જેમાં માળિયા તાલુકાના ચમનપર ગામે દેશ આઝાદ થયો પછી પહેલી વખત ગામનો દરવાજો બંધ કરવામાં આવ્યો આવી આવ્યો છે.જાણવા મળતી વિગત મુજબ માળીયાના ચમનપર ગામામાં વર્ષોથી પાણીનું પ્રશ્ન હોય અને વારંવાર રજૂઆત કરતા છતા પણ તંત્ર દ્વારા કોઈ નિષ્ક્રિય પગલા લેવામાં આવ્યા નથી.તેમજ ભાજપ દ્વારા સરદાર સરોવર ડેમના દરવાજા બધ કરતા તેના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં નર્મદા યાત્રા કાઢવામાં આવી રહી છે અને ઠેર-ઠેર વિરોધ જોવા મળે છે.જેમાં માળીયાના ચમનપર ગામના લોકોએ ગામનો નર્મદારથ ને પ્રવેશબંધી કરવામાં માટે ગામના દરવાજાને વર્ષો બાદ તાળાબંધી કરી છે.જ્યારે માળિયાના જ તરઘરી ગામે નર્મદા રથને લઇને રથ સાથે આવેલા ગામના રાજકીય આગેવાન અને ગામલોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી માળિયા પીએસઆઇ તથા રથમાં આવેલા અધીકારીઓએ દરમિયાનગીરી કરી મામલો શાંત પાડયો ગામના સરપંચની ઉગ્ર રજૂઆત સાંભળી રથને ગામના જાપેથી પાછોવાળી લેવા મુનાસિબ સમજી રથને આગળના રુટે લઈ જવામાં આવ્યો

Comments
Loading...
WhatsApp chat