

સીનીયર સીટીઝન કાઉન્સિલ મોરબી દ્વારા સીનીયર સીટીઝન ડે નિમિતે મોરબી ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા, પરશુરામધામ મોરબીના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
તા. ૧ ઓક્ટોબરને વિશ્વભરમાં સીનીયર સીટીઝન ડે તરીકે ઉજવાય છે તે વિષે સમારોહમાં માહિતી આપવામાં આવી હતી તેમજ સી.ટી શુક્લ દ્વારા સુંદર ગીત રજુ કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં જગદીશભાઈ ઓઝા અને વીરડા દ્વારા પ્રસંગોચિત સંબોધન કરવામાં આવ્યું હતું કાયમ અલી હઝારી દ્વારા તેમની લાક્ષણિક શૈલીમાં સીનીયર સીટીઝન વિશેના કાવ્યો, સ્વરચિત ગઝલો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું સમારોહનું સંચાલન દિનેશભાઈ અંતાણી દ્વારા કરરવામાં આવેલ અને સંસ્થાના મંત્રી ડો. બી કે લહેરૂ સહિતનાએ જહેમત ઉઠાવી હતી